મગરોને પકડવા લોકમાંગ:નિકોરા ગામે નર્મદા નદી કિનારે મગરો દેખાતા ગ્રામજનોમાં ભય

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગર નદી કિનારે જોવા મળતા ખેતી કરવા જતા ખેડૂતો મૂંઝવણમાં
  • આ વિસ્તારમાં સાવચેતીના બેનરો લગાડી મગરોને પકડવા લોકમાંગ

ભરૂચ તાલુકાના નિકોરા ગામ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરો હોવાના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં આપણે જોયા છે.પરંતુ પૂર્વ પટ્ટી તરફના નદી કિનારાના ગામોમાં મગરોની સંખ્યામાં વધારો થવાના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભરૂચ તાલુકાના નિકોરા ગામ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે પાંચથી સાત મગરો દરરોજ નર્મદા નદીના કિનારે દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.નિકોરા ગામેથી સામે કિનારે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી તથા પશુપાલન માટે દરરોજ હોડી મારફતે નર્મદા નદી પસાર કરી સામેના કિનારે જતા હોય છે.

કિનારે પશુઓ પણ પાણી તથા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય તેઓને પણ જીવના જોખમ ઉભું થયું છે.અગાઉ આ વિસ્તારમાં મગરે એક શ્વાનનો શિકાર કર્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જોકે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સાવચેતીના બેનરો લગાડીને મહાકાય મગરોને પકડવા પાંજરા મુકવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો દ્વારા માંગણી કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...