મગરે દેખા દીધી:ઝઘડીયામાં નર્મદા નદીના કિનાર પર મગરમચ્છ દેખાતા ગ્રામજનોમાં ભય, સાવચેતી રાખવા વનવિભાગે અપીલ કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમીનો પારો વધતા ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીના કિનારા પર સતત મગરમચ્છ દેખાઈ રહ્યા છે
  • જંગલખાતાની એક ગણતરી મુજબ ઝઘડિયામાંથી પસાર થતી નર્મદા નદીમાં 100 થી વધુ મગરોનો વસવાટ

ઝઘડિયા તાલુકામાં આજરોજ બપોરના સમયે નર્મદા કિનારાના મઢીઘાટ ખાતે એક મગરે દેખાદેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘાટ પર ગામની મહિલાઓ તથા બાળકો પાણી ભરવા તથા કડપા ધોવા જતા હોઈ છે ત્યારે કિનારા પર જ મગર દેખાદેતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ મગર અંગે વનખાતામાં જાણ કરી હતી.

ગરમીનો પારો વધતા ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીના કિનારા પર મગરમચ્છ સતત દેખાઈ રહ્યા છે. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જંગલખાતાની એક ગણતરી મુજબ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં 100 થી વધુ મગરોનો વસવાટ છે, ત્યારે ભૂતકાળમાં જૂનાપોરા, ભાલોદ, સુકવણા, ઉંટેડીયા, ગોવાલી વગેરે ગામે મગરો માનવ ઉપર હુમલો કરી ચુક્યા હોવાના બનાવો પણ બની ચુક્યા છે. હાલ ગ્રામજનોને નર્મદા કિનારે સાવચેતીથી જવા વનખાતા દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મગરમચ્છનો પ્રજનન કાળ ચાલતો હોય માદા મગર કિનારા પર ઈંડા મુકવા આવતી હોઈ છે અને તેના ઇંડાના રક્ષણ માટે તે આક્રમક બની માનવ પર અવારનવાર હુમલા પર કરે છે.

અન્ય સમાચારો પણ છે...