પુત્ર માટે પિતાના ધક્કા:સાઉદી અરબમાં 1 વર્ષથી ફસાયેલાં પુત્રને છોડાવવા માટે પિતાની દોડધામ; સરકારી કચેરીઓ-મંત્રીઓ સહિતનાને રજૂઆતો છતાં કોઇ નિરાકરણ ન આવ્યું

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ અને વડોદરાના એજન્ટોએ પાસ્ટ મેળવી લઇને સાઉદી મોકલ્યો હતો

ભરૂચના સિંધોત ગામનો યુવાન વર્ષ 2019માં વડોદરા અને મુંબઇના એજન્ટ મારફતે સાઉદીના રિયાદ ખાતેે એક કંપનીમાં નોકરી અર્થે ગયો હતો. જોકે ત્યાં તેને કોન્ટ્રાક્ટ કરતાં વધુ સમય કામ કરાવતાં તેણે તેમ નહીં કરવા કહેતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે. ત્યારે છેલ્લાં એક વર્ષથી તેના પિતા દ્વારા તેને ભારત પરત લાવવા માટે અધિકારી-પદાધિકારીઓની કચેરીઓના પગથિયા ઘસી રહ્યાં છે.

ભરૂચનાં સિંધોત ગામે રહેતાં અર્જૂન પરસોત્તમ પ્રજાપતિનો પુત્ર તરૂણે ફિલ્ટર મેકેનિકલનો કોર્સ કર્યો હોઇ તેેણે વિદેશમાં નોકરીની તૈયારી કરી હતી. વર્ષ 2019માં મુંબઇની વેસ્ટલાઇન ઓવરસીસ નામની એજન્સીની વડોદરાના સબ એજન્ટ જીકે પ્લેસમેન્ટના સંપર્કમાં આવતાં તેમના થકી તે સાઉદીના રિયાદ ખાતે આવેલી અલ શાહિન મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કામ કરવા ગયો હતો.

વડોદરા અને મુંબઇના એજન્ટોએ પાસપોર્ટ મેળવી લઇ તેમને સાઉદી મોકલ્યાં હતાં. જ્યાં તેમની પાસે કોન્ટ્રાક્ટ કરતાં વધું કામ કરાવી વેતન પણ ચુકવાતું ન હોઇ તેમણે કામ કરવાનો ઇન્કાર કરતાં પાસપોર્ટ તેમને પરત આપ્યાં ન હતાં. જેલમાં ધકેલી દેવાતાં છેલ્લા એક વર્ષથી અર્જૂન પ્રજાપતિ સરકારી કચેરીઓ તેમજ સહકાર મંત્રી ઇશ્વર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરતાં તેમણે ઉચ્ચકક્ષાએ પત્ર લખ્યો હતો. જોકે, હજી સુધી તેમનો પુત્ર પરત નહીં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...