ક્રાઈમ:સાસરીપક્ષે પુત્રીને આપઘાત કરવા મજબુર કર્યાની પિતાની ફરિયાદ

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાદની યુવતીએ 3 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં

આમોદના ચકલાદ ગામની યુવતીના આછોદ ગામેે ત્રણેક વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં હતાં. જોકે તે બાદથી તેના સાસરિયાઓ દ્વારા તેને કામકાજ બાબતે અવાર નવાર મહેણાટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના પગલે યુવતિએ ઝેરી દવા પી જતાં મોત નીપજ્યું હતું. 

પરિવારજનો તેની સાથે છાનીછુપી રીતે મળતાં હતાં
ચકલાદ ગામે રહેતાં કિરીટ પઢિયારની પુત્રી દિપિકાએ ત્રણેક વર્ષ પહેલાં આછોદ ગામના પ્રવિણ ડાહ્યા સોલંકીના પુત્ર બળવંત ઉર્ફે વિશાલ ઉર્ફે બલો સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. તેણે પ્રેમલગ્ન કર્યાં હોઇ કિરીટ પઢિયારે તેની સાથે સંબંધ તોડ્યાં હતાં. જોકે તેમના પરિવારજનો તેની સાથે છાનીછુપી રીતે મળતાં હતાં. તે વેળાં દિપીકા તેના સાસરિયાઓના ત્રાસ અંગે જાણ કરતી હતી. ગત 18મી મેના રોજ દિપીકાએ ઝેરી દવા પી જતાં વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. મૃતકના પિતા કિરીટ પઢિયારે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...