અકસ્માત:વાલિયાના ડહેલી ગામે બાઈક ચાલકને હાઈવાએ અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી
  • પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધા

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક બાઈક સવારને હાઈવા ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

વાલિયા તાલુકાના મોતિપરા ગામમાં રહેતા 43 વર્ષીય વિજય ગામીત ગતરોજ સાંજના સમયે પોતાની બાઈક લઈ પત્ની સુલેખા ગામીત અને પુત્ર દિવ્યાંગ ગામીત સાથે અંકલેશ્વર ખાતે કામ અર્થે ગયા હતા. જેઓ કામ પતાવી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામના કિમ નદીના પુલ પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા હાઈવા ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવા ચાલકે બાઇકને અડધો કિલોમીટર સુધી ઘસડી ગયો હતો.

આ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદ વડે સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતને પગલે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...