ફરિયાદ:ઘરમાં ઘોડી ઘૂસવાના મુદ્દે યુવાનને પિતા-પુત્રે ફટકાર્યો

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલવણા ગામના કાગજીવાડમાં બનેલી ઘટના
  • આમોદ પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો સામે ફરિયાદ

આમોદ તાલુકામાં આવેલાં કોલવણા ગામે એક શખ્સની ઘોડી છુટી જઇ એક શખ્સના ઘરમાં પ્રવેશી જવાના મામલે તકરાર થતાં પિતા-પુત્રે યુવાનને માર મારી ઇજા પહોંચાડી હતી. આસપાસના લોકોએ દોડી આવી તેને બચાવ્યો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આમોદ તાલુકામાં આવેલાં કોલવણા ગામે કાગજીવાડ ફળિયામાં રહેેતો ઇકબાલ વલી પટેલે તેની ચાર ઘોડીઓ નિત્યક્રમ મુજબ ગામની ગૌચર જમીનમાં બાંધી રાખી હતી. સાંજના સમયે તેઓ ઘરે આવતાં તેમની ઘોડીઓ છુટીને ઘરે આવતી રહેલી હોવાનુ જણાયું હતું.

જેથી તેઓ ગૌચરમાં જઇ દોરડા છોડી લાવી ઘરે આવી રહ્યાં હતાં દરમીયાનમાં ગામની ચોકડી પાસે સાબીર યુસફ મહંમદ અમીજી મળતાં તેણે ઇકબાલને ધમકાવી કહેતો હતો કે, તારી ઘોડીઓ બાંધી રાખી મારા ઘરમાં ઘુસી ગઇ હતી. જેથી તેણે કહ્યું હતું કે, તમારા ઘરમાં તો ગ્રીલ મારી છે તો ઘોડીઓ અંદર કેવી રીતે આવી. જેના પગે સાબીરે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.

દરમિયાનમાં તેના પિતા યુસુફ મહંમદ અમીજી પણ આવી જતાં પિતા-પુત્રએ એક સંપ થઇ તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકોએ દોડી આવી તેને બચાવ્યો હતો. બનાવ સંદર્ભે ઇકબાલ પટેલે હુમલો કરનાર પિતા પુત્ર વિરૂદ્ધ આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...