તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Fastag Mandatory For Car commercial Vehicles From Today, Enforced From Midnight At Mulad Toll Plaza In Bharuch: No Exemption For Local Vehicles

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમ:આજથી કાર-કોમર્સિયલ વ્હિકલ માટે ફાસ્ટેગ ફરજિયાત, ભરૂચના મુલદ ટોલપ્લાઝા ખાતે મધરાતથી અમલઃ સ્થાનિક વાહનોને પણ કોઈ છૂટ નહીં

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં ટ્રાફિકથી થતા આર્થિક નુકસાન સહિતની સમસ્યાના નિવારણના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ટોકપ્લાઝા પર ટોલટેક્સ વસૂલતી વખતે થતા સમયના વેળફાટને ઓછો કરવા માટે ફાસ્ટેગ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રાઇવેટ કાર અને કોમર્સિયલ વ્હિકલમાં ફાસ્ટેગ ફરજિયાતના અમલીકરણની સમયમર્યાદા 1લી જાન્યુઆરી 2021થી 46 દિવસ વધારીને 16મી ફેબ્રુઆરીની મધરાતીથી કરવાનો નિર્ણય કર્યો હતો.

આજથી ભરૂચ મુલદ ટોલપ્લાઝા સહિતના ટોક પ્લાઝા પર હવે ફાસ્ટેગ ન લાગ્યુ હોય તો તેમણે ટોલટેક્સથી ડબલ રમક વસૂલાશે. ભરૂચના સુરત વડોદરોને જોડતા હાઇવેના ટોલ પ્લાઝા પરથી દરરોજ અંદાજિત 35 હજારથી વધુ વાહનચાલકો પસાર થાય છે. જોકે ટોલપ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા રહીશોને પ્રતિમાસનો પાસ બનાવી અપાશે. જે અત્યાર સુધી જિલ્લાના લોકો ફ્રીમાં અવર જવર કરતા હતા તેમના માટે હવે નાણા ચૂકવવા ફરજિયાત થશે.

ફાસ્ટેગના સ્ટોલ પર ભીડ જામી
આજથી ફરજિયાત ફાસ્ટેગના નિર્ણયના અમલવારી સામે વાહનચાલકોએ ફાસ્ટેગ લેવા માટે ભારે ભીડ જામી હતી. હવે ફાસ્ટેગ લગાવતી કેટલીક કંપનીઓ ટોલ પ્લાઝા પર જ આવી ગઇ છે. ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પાસે સોમવારે ફાસ્ટેગ લગાવવા માટે મોટી સંખ્યામાં વાહનચાલકોની ભીડ જામી હતી.

ફાસ્ટેગનો વિરોધ કરવો કે ચુંટણીનો પ્રચારઃ વિરોધ પક્ષ પણ હવે આ મુદે અસમંજસમાં
ભરૂચ જિલ્લાના પાસિંગના વાહનો અને સ્થાનિકો પાસે પણ ટોકટેક્સ ઉઘરાવતા ફાસ્ટેગ ફરજિયાતના નિર્ણયથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ હતો. અગાઉ ફાસ્ટેગ ફરજિયાત કરવાના ભણકારા સામે ભરૂચના ભાજપા સિવાયના વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો. જોકે હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણી વચ્ચે ફરજિયાત ફાસ્ટેગનો અમલ કરતા વિરોધ પક્ષોમાં અસમંજસ છે કે ફાસ્ટેનો વિરોધ કરવો કે ચુંટણીનો પ્રચાર કરવો. જોકે આજે મુલદ ટોલપ્લાઝા પર સ્થાનિકો દ્વારા સ્થાનિકોને છુટ ન અપાતા વિરોધ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો