રવીપાક પર જોખમ:ભરૂચમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા, 95 હજાર હેક્ટરમાં વાવેતર કરેલા રવીપાકમાં નુકસાનની ભીતિ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે લોકોને બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ
  • તાપમાનનો પારો ગગડી 17 ડિગ્રીએ પહોચ્યો, 10.3 કિમીની ઝડપે પવન ફૂંકાયો

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરુચ જિલ્લામાં પણ કમોસમી વરસાદને પગલે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં માવઠુ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જિલ્લામાં 95 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલા રવીપાકમાં નુકસાનની ભીતિ સેવાય છે.

ભરૂચ સહિત 5 તાલુકામાં અડધો ઈચ વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે મંગળવારે રાત્રીથી રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં રાત્રે ઝરમરીયા બાદ બુધવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ સહિત 5 તાલુકામાં અડધો ઈચ આકાશી જળ વરસતા બેવડી ઋતુ વચ્ચે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

માવઠાના ફટકાને લઈ ખેડૂતો ચિંતામાં ગરકાવ

જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. 95 હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલા રવીપાક પર માવઠાના કારણે જોખમ ઉભુ થયુ છે. જેથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. ઘઉં, જુવાર, મગ, શેરડી, ચણા, મઠિયા અને શકભાજી પર માવઠાના ફટકાને લઈ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ

ભરૂચ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમા તમામ 9 તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં 19 MM વરસાદ નોંધાયો હતો. ઝરમરીયા અને ઘોરંભાયેલા વાતાવરણ વચ્ચે 10.3 કિલોમીટની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમજ તાપમાનનો પારો ગગડી 17 ડિગ્રીએ પહોચ્યો હતો. જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...