• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Farmers Of More Than 20 Villages Of Bharuch Ankleshwar Demanded More Compensation For The Land Acquired For The Railway Freight Corridor.

આવેદન:ભરૂચ-અંકલેશ્વરના 20થી વધુ ગામના ખેડૂતોની રેલવે ફ્રેઇટ કોરીડોર માટે સંપાદન થયેલી જમીનનું વધુ વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલવે ફ્રેઇટ કોરીડોર માટે જમીન ગુમાવનારા ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું
  • જમીનો નજીવા ભાવે લઈ લીધા બાદ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં

ભરૂચ-અંકલેશ્વરના વિવિધ 20થી વધુ ગામોના ખેડૂતોની રેલવે ફ્રેઇટ કોરીડોર માટે સંપાદન થયેલી જમીનનું વધુ વળતર આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલવે ફ્રેઇટ કોરીડોર માટે જમીન ગુમાવનારા ખેડૂતોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર વર્ષ-2009માં ભરુચ-અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામો જેવા કે આમોદ, પિપલીયા, દહેગામ, કુકરવાડા, ભડકોદરા સહિતના 20થી વધુ ગામોના ખેડૂતોની જમીનો રેલવે ફ્રેઇટ કોરીડોર માટે સંપાદન કરવામાં આવી હતી. આ તમામ જમીનો નજીવા ભાવે લઈ લીધા બાદ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.

આ બાબતે ખેડૂતોના વકીલે વધુ વળતર માટે કેસો દાખલ કરાવ્યાં છે. ખેડૂતોના વકીલ દ્વારા મોખિક અને લેખિતમાં રાજ્ય સરકારમાં કેસ ચલાવવા માટે તાકીદ કરી હોવા છતાં સરકાર યેનકેન પ્રકારે વિલંબ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે, ત્યારે વહેલી તકે ખેડૂતોના કેસનું નિરાકરણ કરવા આરબીટ્રેટરની નિમણૂંક કરવા સાથે જમીન ગુમાવનારા ખેડૂતોને વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે, બુલેટ ટ્રેનમાં જમીન ગુમાવનારા ખેડૂતોને જે રીતે નીતિ બનાવી વળતર આપવામાં આવ્યું હતું તે રીતે વહેલી તકે પગલાં ભરી વધુ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...