આવેદન:ભરૂચમાં ખેડૂતોએ વાયુ પ્રદુષણને પગલે થયેલા નુકસાન મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ સહિતના ગામની ખેતીના ઉભા પાકમાં વાયુ પ્રદુષણથી નુકસાન
  • પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી

ભરુચ જિલ્લાના ખેડૂત સમાજના આગેવાનોએ આજે ગુરૂવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેતીના ઉભા પાકમાં વાયુ પ્રદુષણને પગલે થયેલા નુકસાન મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

વાયુ પ્રદૂષણથી વ્યાપક નુકશાન થયું હોવાનો આક્ષેપ

ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર આમોદ, સિમદરા, દહેજ સહિતના ગામોની સીમમાં કપાસ, કઠોળ, તેલીબિયા અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. જે ખેતરોમાં વાવેલો ઉભો પાક દહેજ પી.સી.પી.આઈ.આર અને દહેજ જી.આઇ.ડી.સી તેમજ વિલાયત જીઆઇડીસી સહિત ઉદ્યોગ ગૃહ જોખમી મેગા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે, જેને પગલે વાયુ પ્રદૂષણથી વ્યાપક નુકશાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં છે.

નુકસાની થતા પાક ઉખેડી ફેંકી દેવાની સ્થિતિ

હવા પ્રદૂષણથી ખેડૂતોના ઉભા પાકને મોટી માત્રામાં નુકસાની થતા પાક ઉખેડી ફેંકી દેવાની સ્થિતિનું સર્જન થયું હોવાનું પણ આવેદન પત્રમાં જણાવાયું છે. ખેડૂતોની રજૂઆતને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકોની નિદાન ટીમનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ પણે 2-4-D, 2-4-DB જેવા ફીનોકેસી સંયોજ વાતાવરણમાં ફેલાવવાને પગલે પાક વિકૃતિ જોવા મળી છે. જેના કારણે પાક નિષ્ફળ ગયો છે, ત્યારે હવા પ્રદૂષણથી થયેલા પાક નુકસાનીનું યોગ્ય વળતર સર્વે બાદ ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે. ખેડૂતોએ કલેક્ટર સંકુલમાં પહોંચી વિરોધ નોંધાવી આવેદન મારફતે પોતાની રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...