ભરૂચ જિલ્લાના ખેડૂતો પારંપરિક ખેતી છોડી અદ્યતન ખેતી અને ઔષધિય ખેતી તરફ વળે તેના માટે આરતી ફાઉન્ડેશન અને ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે 80થી વધુ ખેડૂતોને આણંદ જિલ્લાના બોરીયાવી ખાતે આવેલા ભારત સરકારના ઔષધીય અને સુગંધીય પાકની ખેતી તેનો વેપાર, વિકાસની બાબતે એક સંવેદીકરણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે. પરંપરાગત ખેતીમાં કેળા, શેરડી, કપાસ, ધાન્ય તથા શાકભાજી તરફ ખેડૂતો વધુ ધ્યાન આપતા હોય છે, પરંતુ ઔષધીય અને સુગંધિત પાકોની ખેતી બાબતે વર્તમાન સમયમાં ખેડૂતો ખૂબ ઓછું જ્ઞાન અને માહિતી ધરાવતા હોય છે. ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર એક્ટિવિટી હેઠળ આરતી ફાઉન્ડેશન દ્વારા ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન સાથે જોડાણ કરી ખેડૂતોને અધતન ખેતી બાબતે માહિતી મળે તથા ખેડૂતોને તેમના પરંપરાગત પાકો ઉપરાંત અન્ય ઔષધીય તેમ જ સુગંધીય પાકોની ખેતી બાબતે માહિતી મેળવી તેના તરફ પણ વળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા તથા પાદરા તાલુકાના કરખડી ગામના 80થી વધુ ખેડૂતોને આરતી ફાઉન્ડેશન તથા ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાના બોરીયાવી ખાતે આવેલા ભારત સરકારના ઔષધીય અને સુગંધીય પાકની ખેતી તેનો વેપાર, વિકાસની બાબતે એક સંવેદીકરણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ખેડૂતોને માર્ગદર્શન તેમજ ફિલ્ડમાં પાકોને જોવાની તક ઉપલબ્ધ થઈ હતી.
આ પ્રસંગે રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર સુધાંશુ કુમારે જણાવ્યું હતું કે આપણા દેશમાં 8 હજાર જેટલા મેડિસનલ પ્લાન્ટ છે, વિશ્વમાં મેડિકલ બેઝ પ્લાન્ટનો હર્બલ બિઝનેસ આશરે 130 બિલિયન યુએસ ડોલર છે. ભારતમાં 10 હજાર કરોડનો હર્બલ બિઝનેસ છે, એરોમેટિકનો બિઝનેસ 30 હજાર કરોડનો ફક્ત ભારત પાસે છે. ફક્ત ગુજરાતમાં ઈસબગુલનો 1 હજાર કરોડનો બિઝનેસ છે અને ભારત દ્વારા સૌથી વધુ નિકાસ તેની કરવામાં આવે છે. રિસર્ચ સેન્ટર બોરીયાવી ડો. નાગરાજ રેડ્ડી એ જણાવ્યું હતું કે ખેતીમાં ખેતીની માફક નહીં પરંતુ વેપારની દ્રષ્ટિએ કામ કરવું જોઈએ. ખેડૂત દ્વારા કરવામાં આવેલા ઉત્પાદન કેવી રીતે બજાર સુધી પહોંચે તે અતિ મહત્ત્વનું છે તેમ તેમણે જણાવ્યું હતું. ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનના રાજેશ દવે જણાવ્યું હતું કે ખેતી કેવી રીતે સુદ્રઢ બને તેનું જ્ઞાન અને માહિતી હંમેશા મેળવતું રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.