ચુંટણીલક્ષી તૈયારીઓ:ભરૂચમાં મતદાન મથકો ખાતે સુવિધાઓની ચકાસણી કરાઇ

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ કલેકટર અને એસપી મતદાન મથકો ખાતે પહોંચ્યાં હતાં. - Divya Bhaskar
ભરૂચ કલેકટર અને એસપી મતદાન મથકો ખાતે પહોંચ્યાં હતાં.
  • કલેક્ટર અને એસપીએ જાત નિરીક્ષણ કરી મતદારોની સગવડ માટે માર્ગદર્શન આપ્યું

ભરૂચમાં વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ સપ્તાહનો સમય બાકી રહયો છે ત્યારે વહીવટીતંત્ર ચુંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપી રહયું છે. કલેકટર અને એસપીએ જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લામાં 1,300 કરતાં વધારે મતદાન મથકો ખાતે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહયું છે.

દરેક મતદાન મથક ખાતે યોગ્ય ઢાળ વાળો હોવો જોઇએ તથા અન્ય તમામ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓનીચકાસણી કરવામાં આવી હતી.મતદાન મથક સ્થળ કે જયાં ચાર કે ચારથી વધુ મતદાન મથકો આવેલ છે તેવા સ્થળનાં પ્રાંગણમાં શક્ય હોય ત્યાં સુધી આવવાઅને જવા માટેના દરવાજા અલગ રાખવામાં આવે તેની ખાતરી કરવામાં આવી હતી.

કોઇ મતદાન મથક ભીડભાડવાળી જગ્યાએ આવેલ હોય તો મતદાનના દિવસે વાહનના પાર્કીંગની તથા કયુ મેનેજમેન્ટની યોગ્ય વ્યવસ્થાની ચોકસાઈ કરવામાં આવી હતી.જોખમી મતદાન મથકો ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અને લોકો નિર્ભય રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી ખાતરી કરી હતી. સંવેદનશીલ વિસ્તારની સંયુકત મુલાકાત કરમ્યાન મતદારોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેની ખાતરી પણ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડીયા બેઠક માટે તારીખ પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે અને તેના માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અને અધિકારીઓ તેનું જાત નિરિક્ષણ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...