માદરે વતન જવામાં મદદ:દિવાળીમાં 1.25 ટકા વધારે ભાડા સાથે એકસ્ટ્રા ટ્રીપો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ ડિવિઝનમાં હાલમાં 10 થી 30 ટ્રીપો દોડશે : મુસાફરો વધતાં વધુ દોડાવાશે

કોરોનાની મહામારી બાદ દિવાળીના તહેવારની રંગત પુરબહારમાં ખીલી ઉઠી છે. દિવાળી કરવા માટે લોકો તેમના વતન જઇ રહયાં હોવાથી તેમની સુવિધા માટે એસટી વિભાગ તરફથી એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચના જીએનએફસી ડેપો તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતેથી હાલ રોજની 10 થી 30 જેટલી એકસ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે. અહીંયા બાંધકામ સહિતના અનેક મોટા પ્રોજેકટ ચાલી રહયાં છે.જિલ્લામાં દાહોદ,ગોધરા ઉપરાંત મધ્યપ્રદેશ તરફના હજારો શ્રમજીવીઓ અહીંયા રોજગારી કરવા આવતા હોય છે.

ત્યારે માદરે વતનમાં જવા માંગતા મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન શરૂ કરાયું છે. હાલ ભરૂચ જીએનએફસી તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતેથી હાલ રોજની 10 થી 30 જેટલી એકસ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી રહી aછે.જેમાં પંચમહાલ અને દાહોદ,ગોધરા,અમદાવાદ,ઉત્તર ગુજરાત તરફ બસો દોડાવવામાં આવી રહી છે.

એસટી તંત્રને પર્વ દરમિયાન વધુને વધુ આવક થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. એસટી નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં બસોની સંખ્યા વધારાશે. એકસ્ટ્રા ટ્રીપોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ટકા ભાડુ વધારે લેવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ બસો શરૂ કરાશે
બે વર્ષ બાદ કોરોનાની મહામારીની ચિંતા વિના લોકો દિવાળી ઉજવી રહયાં છે. દિવાળી વેકેશનમાં કેવડીયામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જતાં લોકોની સંખ્યામાં વધારો થશે આવા સંજોગોમાં ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકસ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...