બેઠક:આરોગ્ય વિભાગની 45થી વધુ જર્જરીત ઇમારતોે તોડી પાડવા કારોબારીનો ઠરાવ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા પંચાયતમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો

ભરૂચ જિલ્લા પંચાયતના સમિતિ ખંડમાં ગુરૂવારે કારોબારીની ખાસ બેઠક મળી હતી. જેમાં કુલ 6 મુસદ્દાઓ ચર્ચાયા હતા. જેમાં જૂના અને જર્જરિત પેેટા આરોગ્ય કેન્દ્રો અને પીએચસીના મકાનો તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ મળી કુલ 45થી વધુ ઇમારતોને તોડી પાડવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.

ભરૂચ જિલ્લા પંચાયતમાં ખાસ કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન અનિલ ભગત સહિત સભ્યો સરલાબેન વસાવા, પરસોત્તમ વસાવા, પરેશ વસાવા તેમજ મહેન્દ્રસિંહ રાજ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી 6 મુસદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં ગત 1 જૂને યોજાયેલી કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ વંચાણે લઇ ઠરાવ પર લેવાયેલાં પગલાનો અહેવાલ વંચાણે લેતાં સર્વાનુમતે મંજૂર રખાયાં હતા. ઉપરાંત જમની મહેસૂલ કાયદાની કલમ 73-એએ હેઠળના 11 કેસો પર નિર્ણય લેવાયાં હતાં.

જ્યારે હાઇકોર્ટના પેનલ વકીલની ફી વધારા તેમજ તેમના બીલ મંજૂર કરવાના મુસદ્દાને પણ મંજૂરી મળી હતી.જિલ્લામાં જૂના અને જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રો, પીએચસીના મકાનો તથા સ્ટાફ ક્વાટર્સના ડિમોલીશન કરવા માટેની ચર્ચા કરાઇ હતી. જેમાં નવેઠા, ટંકારિયા, સમની, ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તેમજ સ્ફાફ ક્વાર્ટર તેમજ જિલ્લા પંચાયત ભરૂચની સાએચસીના સ્ટાફ ક્વાર્ટર્સ, ઉમલ્લા પીએસીનું મકાન તેમજ 10 સ્ટાફ ક્વાટર્સ સહિતની ઇમારતો અત્યંત જર્જરિત થઇ ગઇ હોઇ તેને તોડી પાડવાનો ઠરાવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...