ફરિયાદ:છૂટાછેડા બાદ પૂર્વ પતિનો પત્ની પર હિંચકારો હુમલો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાગરા તાલુકાના વેંગણી ગામે બનેલી ઘટના
  • દહેજ પોલીસ મથકે યુવતિએ ફરિયાદ નોંધાવી

વાગરાના વેંગણી ગામે રહેતી યુવતિએ પ્રેમલગ્ન કર્યાં બાદ પતિ સાથે થતાં વારંવારના ઝઘડાને કારણે છુટાછેડા લઇ લીધાં હતાં. દરમિયાનમાં ગઇકાલે વિસર્જન બાદ યુવતિ તેના ઘરે જઇ રહી હતી. તે વેળાં તેના પુર્વ પતિએ તેના ઘર અચાનક લાકડીથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાગરા તાલુકામાં આવેલાં વેંગણી ગામે રહેતી ગાયત્રીએ વર્ષ 2018માં દિનેશ કલ્યાણ ગોહિલ સાથે પ્રેમસંબંધ હોઇ ભાગીને લગ્ન કર્યાં હતાં. જે બાદ તેઓ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં બન્નેએ 6 મહિના પહેલાં રાજીખુશીથી છુટાછેડા લઇ લીધાં હતાં. દરમિયાનમાં ગઇકાલે તે નર્મદા નદી કિનારે શ્રીજી વિસર્જન કરી સાંજના સમયે પરત આવી રહી હતી.

તે વેળાં દિનેશ કલ્યાણ ગોહિલે એક્ટિવા પર આવી લાકડી વડે ગાયત્રી પર હૂમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તે મારી જીંદગી બગાડી નાંખી છે, હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ પણ આપી હતી. બનાવ સંદર્ભે ગાયત્રીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...