ઉજવણી:સરકારની દરેક યોજનાનો લાભ લેવો જોઇએ: નાયબ મુખ્ય દંડક

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વગુસણામાં ભા. ખાધ નિગમ કચેરીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

ભરૂચના વગુસણા પાસે આવેલા ભારતીય ખાધ નિગમની કચેરી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, FCD ગોડાઉન કેન્દ્ર સરકારના આધિન છે આ ગોડાઉનથી ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના NFSAના રેશનકાર્ડ હોલ્ડરને અનાજ આપવામાં આવે છે.

વધુમાં તેમણે પ્રજાજનો નિરોગી રહે તેની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી છે. સર્વે સંતુ નિરામયા, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે. આ યોજના અંતર્ગત તપાસ, દવા વગેરે વિનામુલ્યે આપવામાં આવશે ત્યારે નિરામય યોજના સહીતની સરકારની દરેક યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

​​​​​​​જયારે વડોદરાના FCDના ડીવીઝનલ મેનેજર રામપ્રકાશે કોરોનાની મહામારી દરમિયાન ડીવીઝનલ ઓફિસ વડોદરાના બધા ડેપોમાં કુલ 1,72,000 MT ધઉં તેમજ 1,72,000 MT ચોખાનું દરમહિનો ગરીબોને વિતરણ કરવામાં આવ્યું જે 16 માસ સુધી વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...