તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આખરે વાલિયા પંથકમાં પીવાના મીઠા પાણીની સમસ્યાનાનું નિવારણ આવશે

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા પાણી જૂથ યોજના અંતર્ગત 3 સંપ અને 3 પંપ હાઉસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું

વાલિયા-નેત્રંગ વિસ્તાર એ પહાડી વિસ્તાર છે અને તેના કરણ એપીવાના મીઠા પાણીની સમસ્યા અવાર નવાર સર્જાય છે અનેક વિસ્તારોમાં પીવાનું મીઠું પાણી મળી શકાતું નથી. વરસાદી પાણીનો સંગ્રહ ન થતા પાણીની સમસ્યા ક્યારેક વિકટ બને છે ત્યારે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો નિવેડો આવી જશે કરણ કે રાજ્ય સરકાર દ્વારા નેત્રંગ-વાલિયા પાણી જૂથ યોજના અંતર્ગત રૂ. 32 લાખ 89 હજાર 250ના ખર્ચે ૩ પંપ હાઉસ તથા ૩ સંપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવાના જણાવ્યા અનુસાર, તેને પ્રાથમિક મંજુરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ટૂંક જ સમયમાં તેનું કામ શરુ થઇ જશે અને આ યોજના થકી વાલિયા તેમજ આસપાસના વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવી જશે તેવો તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...