તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડક પ્રસરી:ભરૂચ શહેરમાં સાંજે વરસાદી ઝાપટું, વાલિયામાં 15 મીમી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ હજી જામ્યો નથી. વાલિયા, નેત્રંગ, જંબુસર તેમજ વાગરામાં એકંદરે સામાન્ય વરસાદી માહોલ જણાઇ રહ્યો છે. સોમવારે પણ દિવસભરમાં માત્ર વાલિયામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગમાં 2 મીમી અને જંબુસર તથા ઝઘડિયા પંથકમાં 1-1 મીમી વરસાદ પડ્યો હતો. જિલ્લામાં રાત્રેવરસાદી ઝાપટાં પડવાનો દોર યથાવત છે. સોમવારે પણ ભરૂચ શહેરમાં દિવસભર ઉઘાડ રહેવાને કારણે લોકો બફારો વેઠવો પડ્યો હતો.

જોકે, રાત્રે 8 વાગ્યાના અરસામાં સામાન્ય ઝરમરિયો વરસાદ પડી જતાં પંથકમાં ઠંડક પ્રસરી હતી. મેઘરાજાની જિલ્લામાં હજી હેલી લાગી ન હોવાને કારણે ખેડૂતો પણ મુંજવણમાં મુકાયાં છે. સામાન્યત: વરસાદી માહોલ જામ્યાં બાદ જમીનમાં 4થી 5 ઇંચ નીચે પાણી ઉતર્યાં બાદ ખેડૂતો વાવણી કરતાં હોય છે. આ વર્ષે હજી જોઇએ તેવી મેઘ મહેર થઇ ન હોવાને વાવણી કરવા માટે ખેડૂતો વિમાસણમાં મુકાયાં છે.

અન્ય સમાચારો પણ છે...