ચહલ પહલ ઝાંખી પડી:ભરૂચમાં દિવાળીએ રોશનીનો ઝગમગાટ પણ બજારમાં ખરીદી માટે ધમધમાટ નહીં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશનું પર્વ છતાં ભરૂચના માર્ગો પર લોકોની ચહલ પહલ ઝાંખી પડી
  • દિવાળી પર્વની શરૂઆત થઇ ચૂકી હોવા છતાં માર્કેટમાં ખરીદી અર્થે આવતા લોકોની ભીડ હજૂ ક્યાંય દેખાતી નથી

ભરૂચ શહેરમાં દિવાળી પર્વનો ઉત્સાહ લોકોમાં વર્તાઈ રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર રોશનીનો ઝગમગાટ પણ દેખાઈ રહ્યો છે વેપારીઓએ પોતાની દુકાનોને રોશનીથી શણગારી મોડી રાત સુધી ચાલુ રાખી ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ખરીદીમાં ધમધમાટ ક્યાંય જોવા મળ્યો નથી. કોવિડની બીજી લહેર પછીની આ દિવાળી હોવાથી લોકોમાં ખરીદીનો ઉત્સાહ ઘટ્યો છે. જિલ્લામાં કેટલાંય લોકોએ કોરોના મહામારીથી જીવ ગુમાવતાં તેના પરિવારજનો પણ જાણે પ્રથમ દિવાળીનો તહેરાવ કરવાથી દૂર રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સોમવારથી દિવાળીનું પર્વ શરૂ થઈ ચૂક્યું હોવા છતાં ભરૂચના માર્ગો ઉપરની ચહલ પહલ ખૂબ ઓછી દેખાઈ હતી. ફટાકડા બજારમાં પણ ક્યાંકને ક્યાંક લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. વેપારીઓએ ખરીદેલો માલ પણ વેચવો મુશ્કેલ બને તેવી સ્થિતિ તહેવારના છેલ્લા દિવસોમાં જોવા મળી રહી છે. કપડા બજારમાં પણ પ્રતિવર્ષ જે પ્રકારે ખરીદી થાય છે તેવી ઘરાકી દેખાઈ ન હોવાથી દિવાળીનો માહોલ ફીક્કો પડ્યો છે. લાંબા સમય બાદ કોઈ ઉત્સવ હોવા થતાં લોકોનો ઉત્સાહ દેખાતો નથી.

ફટાકડાના ભાવમાં 5થી 18 ટકા સુધીનો વધારો
દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે. જેના કારણે બજારની અન્ય વસ્તુઓની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી ફટાકડા બજાર પણ બાકાત રહ્યું નથી. આ વર્ષે ફટાકડાના ભાવમાં 5થી 18 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જેથી ક્યાંકને ક્યાંક દિવાળીમાં ફકાટડાની ખરીદી ઉપર પણ લોકોએ કાપ મૂક્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

કોવિડની બીજી લહેરની અસર દિવાળીમાં દેખાઈ
કોરોનાની બીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં અનેક લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. જેના કારણે અનેક ઘરો પણ નંદવાયા છે. કેટલાંક ઘરોમાં કમાનારા વ્યકિતઓનું જ મૃત્યું થતાં હિન્દુ રિવાજો મુજબ એક વર્ષ સુધી ખુશી નહીં મનાવવાનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. कोकोકોરોનાકાળમાં આવી પડેલી આફત હજી તહેવારમાં વર્તાઈ રહી છે. કેટલાંય ઘરો ખુશી મનાવવાથી અળગા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...