તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલકાઓની ઈબાદત:ભરૂચમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પણ નાના ભૂલકાઓ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષીય ભાઈ-બહેને રમજાન માસના પૂરા રોજા કર્યા

મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ધધકતા તાપમાં શરૂ થયો છે આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી મુસ્લિમ બિરાદરો રોજા કરી અલ્લાહ તલ્લાહાની ઈબાદત કરી રહ્યા છે ત્યારે દિવસભર ભૂખ્યા-તરસા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી.

ભરુચ શહેરના લીમડી ચોકમાં રહેતો 10 વર્ષીય મોહમદ મહેફૂજ અને તેની 12 વર્ષીય બહેન ,મહેક શાબાએ રમજાન માસના પુરા રોજા રાખ્યા હતા જ્યારે આ નાના ભૂલકાઓએ આકરી ગરમીમાં પણ રોજા રાખવાનું મન બનાવી રોજા રાખવાનું શરૂ કર્યું હતું અને પૂરા રમઝાન માસના રોજા રાખ્યા હતા.સાથે-સાથે ખુદાની ઈબાદતમાં લિન થઈ દિવસો પસાર કર્યા હતા. અને કોરોનાની બીમારી દુનિયામાંથી જલ્દીથી દુર થાય તેવી અલ્લાહતાલાને દુઆ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...