પેટા ચૂંટણી:ભરૂચની 483 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની કુલ-483 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખાલી પડેલા વોર્ડ-સરપંચ બેઠકોની 20 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી 19 મી ડિસેમ્બર- 2021 ના રોજ યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં જંબુસર 69, આમોદ 44, વાગરા 60, ભરૂચ 77,અંકલેશ્વર 43, હાંસોટ 36, વાલીયા 45, ઝઘડીયા 74, નેત્રંગ 35 મળી કુલ-483 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જયારે અમુક ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી વોર્ડ અંગેની બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે.

જેમાં આમોદ 01, વાગરા 01, ભરૂચ 07, અંકલેશ્વર 05, હાંસોટ 04, ઝઘડીયા 02 મળી કુલ-20 ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે ગ્રામ પંચાયતની સામાન્ય- વિભાજન- મધ્યસત્ર- પેટા ચૂંટણીની જાહેરાત જતાં હવે ચૂંટણીની નોટીસો -જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ - 29 નવેમ્બર, ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર, ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ -6 ડિસેમ્બર, ઉમેદવારી પરત ખેંચવાની -7મી ડિસેમ્બર, મતદાનની તારીખ તથા સમય તારીખ -19 મી ડિસેમ્બર સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી, પુનઃ મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તારીખ -20 મી ડિસેમ્બર,મતગણતરીની તારીખ -21 મી ડિસેમ્બર અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24 ડિસેમ્બર 2021ની રહશે.

અન્ય સમાચારો પણ છે...