તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલીનો વિરોધ:દહેજની વેલસ્પન કંપનીના કર્મચારીઓએ આત્મવિલોપનની ચીમકી આપી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 જુલાઈના રોજ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી

દહેજની વેલસ્પન કંપનીના સત્તાધીશો દ્વારા કંપની બંધ કરી દઈ તેઓની અન્યત્ર બદલી કરવાના મામલે કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. અને આગામી 7 જુલાઈના રોજ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દહેજની વેલસ્પન કંપનીના સત્તાધીશો દ્વારા અચાનક જ દહેજનું યુનિટ બંધ કરી દઈ તમામ કામદારોની અન્ય યુનિટમાં બદલી કરવાના આદેશ કરી દેવાયા છે. એટલું જ નહિ અગાઉ જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેઓને જે તે યુનિટ ખાતે બળજબરી પૂર્વક રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. જે મુદ્દે દહેજ ખાતે છેલ્લા કેટલાય સમયથી કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે.

આજરોજ અ કામદારો દ્વારા જીલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ કરી રહય છે ત્યારે કંપનીના કેટલાક ધિકારીઓ દ્વારા તેઓને ધમકાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત તેઓએ આવેદન પત્રમાં આગામી તા. ૭ જુલાઈના રોજ પરિવાર સાથે ગેટની બહાર આત્મ વિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...