• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Employees Of Nationalized Banks In Bharuch District On Strike For Two Days From Today, Transactions Worth Crores Of Rupees Stuck In The District

બેંક હડતાળ:ભરૂચ જિલ્લાની રાષ્ટીયકૃત બેંકોના કર્મચારીઓ આજથી બે દિવસ સુધી હડતાળ પર, જિલ્લામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્સન અટવાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બોડ લગાવ્યાં
  • બેંકના ખાનગીકરણના મુદ્દે કામગીરીથી અલિપ્ત રહી બેંકોમાં હડતાળ પાડી

દેશભરમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં આજે ગુરૂવારે અને આવતીકાલે બે દિવસ સુધી હડતાળની જાહેરાત કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા. જેને લઈ ગુરુવારે સવારથી જિલ્લાની બેંકો બંધ રહી હતી. બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બોડ લગાવ્યાં હતા.

સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણનો ખરડો લાવવા જઇ રહી છે, તેના વિરોધમાં બેંક કર્મચારીઓની આજથી 2 દિવસીય દેશવ્યાપી હડતાળમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની 256 થી વધુ શાખાઓના 2800થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. જેને લઈ ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિત તાલુકાની રાષ્ટ્રીયકૃત બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ રહશે તેવા બોડ લગાવવામાં આવ્યાં હતા. બેંકના કર્મચારીઓ બેંકના ખાનગીકરણના મુદ્દે કામગીરીથી અલિપ્ત રહી બેંકોમાં હડતાળ પાળી હતી. બેંકની તમામ યુનિયાનો એક સાથે હડતાળ ઉપર ઉતરતા બેંકના ગ્રાહકોના બેંકના કામો અટવાયા હતા. બેંકના ગ્રાહકોને ધક્કો પડ્યો હતો. હડતાળના કારણે બે દિવસ બેંકોનું કામકાજ ઠપ રહેવાથી ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્સન અટવાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...