ઘંટનાદ:ભરૂચ એસટીના કર્મચારીઓએ પડતર માગણીઓ સંદર્ભે વિભાગીય કચેરી પર ઘંટનાદ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં 7 ઓકટોબરથી માસ સીએલ પર ઉતરી જવાના છે.સાતમી ઓકટોબર પહેલાં સરકારને જગાડવા માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ વિભાગીય કચેરી ખાતે કર્મચારીઓએ રીસેશના સમયમાં ઘંટનાદ કરી ઉંઘતી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

એસટી કર્મચારીઓની પડતર માંગણીઓની વાત કરવામાં આવે તો નિગમ દ્વારા સરકારમાં કરેલ તમામ દરખાસ્તનો હકારાત્મક નિર્ણય લઈ અમલવારી કરાવવી, સેટલમેન્ટ કરાર મુજબ જુલાઈ 2019થી 5 ટકા વધેલ મોંઘવારીની અસર તેમજ ચડત એરિયર્સની રકમ આપવી, સાતમા પગાર પંચની અમલવારીથી ચુકવણી, કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા દૂર કરવા સહિતની કુલ 15થી વધારે માંગણીઓનો સમાવેશ થવા જાય છે.

આજે ઘંટનાદનો કાર્યક્રમ આપી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જો સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો 7મી ઓકટોબરથી એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી આપી રહ્યા છે.જો આમ થશે તો રાજયભરમાં એસટી બસોના પૈડા થંભી જશે.

અન્ય સમાચારો પણ છે...