તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જંબુસરના જુદા જુદા વિસ્તારોમાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ, સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વિસ્તાર જલાલપુરા, શેખજી વાડી, એસટીડેપો માર્કેટ, સ્વામિનારાયણ સોસાયટી, ભૂત ફળિયું અને ખાનપુરી ભાગોળ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ ઉભરાતી ગટરોના કારણે શહેરીજનોએ ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવતો ન હોવાથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.

શહેરીજનોના ઘર સુધી ગટરના પાણી ફેલાય જાય છે તો ઘણી વાર લોકોના ઘરોમાં ગટરનું પાણી ફરી વળે છે. ઉપરાંત ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવા પામ્યો છે. આ અંગે નગરપાલિકા વિરોધપક્ષના નેતા સાકીર મલેકના જણાવ્યા અનુસાર, તેઓ દ્વારા પણ અગાઉ વારંવાર અધિકારીઓને લેખીત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ યોગ્ય કાયમી નિરાકરણ આવતું નથી.

કામદારો ગટર સાફ તો કરી જાય છે અને થોડા દિવસ ગટર ઉભરાતી બંધ થાય છે પરંતુ ત્યારબાદ પુન: પરિસ્થિતી ઠેરની ઠેર થઈ જાય છે. ત્યારે સ્થાનિકો આ સમસ્યાનું કાયમી નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...