• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Emerging Sewers In Ankleshwar City's Ward No. 5 Turned Into Rivers Before Monsoon, In Spite Of Many Representations To The System

હાલાકી:અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-5માં ઉભરાતી ગટરો ચોમાસા પહેલા નદીઓમાં ફેરવાઇ, તંત્રને અનેક રજૂઆત છતાં સફાઈના નામે મીંડું

ભરૂચ8 મહિનો પહેલા
  • વરસાદમાં આ વિસ્તાર ગંદકીમાં ફેરવાઇ જતો હોવાની સ્થાનિકોની બૂમો

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-5માં આવેલી સ્લમ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો કોરોના મહામારી વચ્ચે રોગચાળાની ભીતિ સેવી રહ્યાં છે. જેમાં તંત્રને અનેક રજૂઆત કરવા છતાં સફાઈના નામે મીંડું છે. તેમજ વરસાદમાં આ વિસ્તાર ગંદકીમાં ફેરવાઇ જતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.

ચોમાસાની સિઝનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-5માં રહેતા સ્લમ વિસ્તારના રહીશોને માથે ચિંતા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ભર ઉનાળે ઉભરાતી ગટરોથી સ્થાનિકો ચિંતાતુર બન્યા છે. ઉભરાતી ગટરોને કારણે વિસ્તારમાં દૂષિત પાણીની નદીઓ વહે છે. આ અંગે સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ આંધળું બહેરું તંત્ર કાન પર તેઓની રજૂઆતો લેતું નથી. નગર પાલિકા કર્મચારીઓ ફક્ત જોવા આવે છે પણ કોઈપણ જાતનું નિરાકરણ કરતાં નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. દૂષિત પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતાં કોરોના મહામારી વચ્ચે રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે. ત્યારે તંત્ર ખરા અર્થમાં કામગીરી કરે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...