ચૂંટણી:નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી, 3.34 લાખ મતદારો 184 સરપંચો, 1302 સભ્યોનું ભાવિ નક્કી કરશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 535 પૈકી 98 સંવેદનશીલ અને 12 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર 300 થી વધુ પોલીસ જવાનોની વોચ

નર્મદા જિલ્લામાં ગામેગામ ચૂંટણી પ્રચારમાં જોડાયેલા સરપંચ ઉમેદવારો અને સભ્ય ઉમેદવારોનો જાહેર પ્રચાર હવે શાંત થઇ ગયો છે અને આવાતી કાલે 19ડિસેમ્બરે 184 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે, જિલ્લામાં 535 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જેમાં 98 સંવેદનશીલ, 12 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર 300થી વધુ પોલીસ જવાનોની વોચ ગોઠવી દીધી છે. નર્મદા વહીવટી તંત્ર પણ બેલેટ પેપરથી મતદાન કરવા 879 સરપંચ સહીત વોર્ડ સભ્યો માટે 3.40 લાખ મત પત્રકો છાપવામાં આવ્યા છે. ચૂંટણી માટે તંત્ર સજ્જ છે અને સૌથી વધુ મતદાન થાય એ માટે પણ તંત્ર જાગૃતિ અભિયાન કરી રહ્યા છે.

નર્મદા ચૂંટણીના મામલતદાર પ્રવીણ ડાભીએ માહિતી અપાતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ ગ્રામ પંચાયત 184ની ચૂંટણી જાહેર થઇ છે જેમાં સમરસ 5 ગ્રામ પંચાયત થતાં 184 ગ્રામ પંચાયત માટે રવિવારે મતદાન થશે. જિલ્લામાં કુલ મતદાન બુથ 535 પૈકી 98 મતદાન બુથ સંવેદનશીલ, 12 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. જ્યા વિશેષ સુરક્ષા મુકવામાં આવી છે. 535 મતપેટીઓ ઉપયોગમાં લેવાશે. બેલેટ પેપરથી થશે મતદાનથશે. ચૂંટણીમાં 1,69,440 પુરુષ મતદારો છે ત્યારે 1,64,574 મહિલા મતદારો છે કુલ 3,45,826 મતદારો નોંધાયેલા છે. 21મી ડિસેમ્બરે આ ચૂંટણીની થશે. જિલ્લામાં 5 સ્થળ પર 25 હોલમાં યોજાશે મતગણતરી યોજાશે.

પાંચ તાલુકા પંચાયતના મતદારોની સંખ્યા

  • નાંદોદ તાલુકામાં 48,459 પુરુષ મતદારો અને 47,155 સ્ત્રી મતદારો
  • તિલકવાડામાં 39,460 પુરુષ મતદારો અને 40,991 સ્ત્રી મતદારો
  • ગરૂડેશ્વરમાં 16,884 પુરુષ મતદારો અને 15,713 સ્ત્રી મતદારો
  • ડેડીયાપાડામાં 36,464 પુરુષ મતદારો અને 34,862 સ્ત્રી મતદારો
  • સાગબારામાં 34,284 પુરુષ મતદારો અને 31,569 સ્ત્રી મતદારો

નર્મદા જિલ્લાની કુલ 5 ગ્રામ પંચાયત સમરસ
નાંદોદ તાલુકાનું કેન્દ્રોજ ગામ, તિલકવાળા તાલુકાના માંગુ અને ફતેપુરા ગામ ગરૂડેશ્વર તાલુકાનું મોખડી અને વાગડીયા, જ્યારે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની એક પણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...