સેવા સેતુ કાર્યક્રમ:ભરૂચ નગરપાલિકાના તમામ વોર્ડના લોકો માટે આઠમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના વહીવટીમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુથી ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય ચેકઅપ,આવક જાતિના દાખલા,રાશનકાર્ડ,આધાર કાર્ડ અને સરકારી યોજનાઓ, સહીત અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં નગર પાલિકાના મુખ્ય અધિકારી દશરથ ગોહિલ,નરેશ સુથારવાલા તેમજ વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ તેમજ નગર સેવકો સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના શારદા ભવન ખાતે નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય ચેકઅપ,આવક જાતિના દાખલા,રાશનકાર્ડ,આધાર કાર્ડ અને સરકારી યોજનાઓ, સહીત અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં નગર સેવકો સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...