બેરોજગારીની સમસ્યા:અંકલેશ્વર GIDCમાં આવેલ આઠ જેટલી ડાઈંગ મિલ મોંઘવારી અને મંદીના કારણે બંધ થતાં હજારો યુવાનો બેરોજગાર થયા

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી પર કાબૂ મેળવવા રો મટિરિયલ્સ સસ્તુ કરવાની માગ

સમગ્ર દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે તેવામાં દરેક એકમોને આની માઠી અસર પડી છે,અંકલેશ્વરમાં આવેલા ડાઇંગ મિલ તેમજ ટેકસ્ટાઈલ માર્કેટ ને આ બાબતની ઘણી મોટી અસર પડી છે અને મંદી અને મોંઘવારીના કારણે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આઠ જેટલી ટેક્ષ્ટાઈલ અને ડાઈંગ મિલ બંધ થતાં ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે.

ડાઇંગ મિલ ચલાવવા માટે ખાસ કરીને કોલસા ની ઘણી જરૂર પડતી હોય છે, જ્યાં કોલસાનો ભાવ 4 રૂપિયા હતો તે હવે 14 થી 16 રૂપિયા થઈ જતાં ઉદ્યોગોને પરવડતું નથી,અને કલર કેમિકલમાં પણ 15 થી 35 ટકાનો ધરખમ વધારો થતાં હવે ડાઈંગ મિલ બંધ કરવાની ઉદ્યોગકારો ને ફરજ પડી ગઈ છે અને એના કારણે હવે હજારો યુવાનો બેરોજગાર થઈ ગયા છે.

ટેક્સટાઇલ માર્કેટ અને ડાઈંગ મીલ બંધ થઈ જતા હજારો યુવાનો બેરોજગાર બન્યા છે જે લોકો આશા લઈને ગુજરાત માં નોકરી અર્થે આવ્યા હતા કે તેઓ અહિયાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેમની હાલત ડાઈંગ મીલ બંધ થવાના કારણે અત્યંત દયનીય થઈ ગઈ છે. તો સાથે સાથે તેઓએ સરકારને મોંઘવારી પર કાબૂ મેળવવા તેમજ રો મટીરીયલ સસ્તુ કરવાની અપીલ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...