તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Education Work Will Start From 18th In 615 Primary Schools Of Bharuch, Online Study Will Continue, Consent Of Parents Is Mandatory.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ભરૂચની 615 પ્રાથમિક શાળાઓમાં 18મીથી શિક્ષણ કાર્ય શરૂ થશે, ઓનલાઇન સ્ટડી ચાલુ રહેશે, વાલીઓની સંમતિ અનિવાર્ય

ભરૂચ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજ્યભરમાં તબક્કા મુજબ શાળા-કોલેજો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે કવાયત હાથધરી છે. 18 ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કાર્ય શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શનિવારે જાહેર થયેલા પરિપત્ર અનુસાર ગુરૂવારથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ શરૂ થશે. ભરૂચની 615 પ્રાથમિક શાળાઓ પૈકી ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારી ક્ષેત્રની ધો.6થી 8ની 598 પ્રાથમિક શાળાઓ અને ભરૂચ નગરપાલિકાની 17 પ્રા.શાળાઓમાં ફરી વિદ્યાર્થીઓનો ધમધમાટ થશે. જોકે કોવિડ-19ની ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાની રહેશે. જોકે શાળામાં આવવુ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત નથી. વાલીઓની સંમતિ અનિવાર્ય છે. ઉપરાંત શાળાએ ન જઇ શકનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડી ચાલુ જ રહેશે.

પ્રાથમિક શાળાઓમાં ભુલકાઓની પાસે ગાઇડલાઇનનું પાલન કરાવવું મોટી ચેલેન્જ
ભરૂચના કેટલાક શિક્ષણવિદોના મત અનુસાર પ્રાથમિક શાળાઓના ભૂલકાઓ પાસે આ ગાઇડલાઇનનું પાલન કરાવવુ મોટુ ચેલેન્જ હશે. ચંચળ મનોવૃત્તિના બાળકોને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડ્યા બાદ રિસેસમાં અને વોશરૂમ દરમિયાન તેમને નિયમોનું પાલન કરાવવુ સૌથી મોટો પડકાર હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો