મહાઝુંબેશ:વેક્સિનેશનને વેગ આપવા દરેક લાભાર્થીને 1 લીટર ખાદ્ય તેલ અપાશે

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વેક્સિનેશનને વેગ આપવા માટે પહેલો કે બીજો ડોઝ લેનારને એક લિટર ખાધ્ય તેેલ આપવાનું નક્કી કરાયું છે.

ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કોવિડ-19 મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે. ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં 23 મી નવેમ્બરને મંગળવારના રોજ કુલ 91 રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત 12,243 કોવિડ-19 વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કર્યું છે. આ તબકકે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ વાલીયા તાલુકાની સમગ્ર જનતાને વેક્સીનનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહા ઝુંબેશનો લાભ લેવા અપીલ કરી છે. સીકરણ કરાવનાર દરેક લાભાર્થીને પ્રોત્સાહન માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા એક લિટર ખાધ તેલનું મફતમાં વિતરણ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...