ઈ-લોકાર્પણ:ભરૂચ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું CMની હાજરીમાં આજે ઈ-લોકાર્પણ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર ફંડમાંથી 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપિસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું ગુરૂવારે લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં 18 સ્થળે તમામ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાશે ત્યારે આ પ્રસંગે રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ખાસ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂા.80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓકસિજન પ્લાન્ટનું લોકાર્પણ ગુરૂવારે થનાર છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સવારે 10 કલાકે યોજાનારા આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જેમાં કોરોના વોરિયર્સ અને વેકસિનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ - અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના કુલ ૧૮ સ્થળોએ PSA ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ થશે.

અન્ય સમાચારો પણ છે...