તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MLAને કોરોના:ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા, 6 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્ય પોઝિટિવ આવતા ઘરે હોમ આઇસોલેટેડ થઈ ગયા

ભરૂચ જિલ્લામાં પણ કોરોના સંક્રમણની બીજી લહેર તેજ ગતિએ આગળ વધી રહી છે. અગાઉ અંકલેશ્વરના MLA અને સહકાર મંત્રી ઈશ્વર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં કોરોના ફરી વકર્યો છે. ભરૂચ જિલ્લામાં સરેરાશ 17થી 20ની વચ્ચે કોરોના પોઝિટિવ કેસો રોજબરોજ નોંધાઇ રહ્યા છે. રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ કોરોનાની રસી મુકાવ્યાના 3 દિવસમાં જ કોરોના સંક્રમિત થયા હતા.

હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ભરૂચ MLAએ ગત 6 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. સાથે જ તેમણે અન્યને પણ આ રસી સલામત અને અસરકારક હોવાથી અન્યને પણ રસી લેવા અનુરોધ કર્યો હતો.

વિધાનસભા સત્રમાં હાજરી, પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચાર-પ્રસાર તેમજ સરકારી, સામાજિક અને વિકાસના કામોમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ જાહેર કાર્યક્રમોમાં લોક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેતા હોય કોરોનાથી સંક્રમિત થયા છે.

તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ઘરે જ હોમ આઇસોલેટેડ થઈ ગયા છે. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓને પણ કોરોનાનો રિપોર્ટ કરાવી લેવા તેમને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો