દુર્ગા પૂજાનો પ્રારંભ:ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પ્રારંભ કરાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં વસતા બંગાળી સમાજ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી આસો સુદ નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે નવરાત્રીના પાંચમાં નોરતે દુર્ગા માતાની વિધિવત રીતે સ્થાપના કરી નોમ સુધી માતાજીની બંગાળી સમાજ આરાધના કરે છે ત્યારે ગતરોજ રાતે ઝાડેશ્વર બંગાળી સમાજ દ્વારા હરનાથ મહાદેવ મંદિર પાસે દુર્ગા માતાની 11 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને બંગાળી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...