NGTનો આદેશ:ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઈટ બંધ, હવે રોજ 500 ટન કચરો સેગ્રિગેશન કરી નિકાલની કસરત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા ગામની સીમમાં ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે. આ છેલ્લા 25 વર્ષથી સ્ટોર કરાયેલા દોઢ લાખ ટન જેટલા કચરાનું અમૃતપરા ગામ નજીકની જગ્યામાં સેગ્રીગેશન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ભરૂચના નેશનલ હાઈવે નંબર -48 નજીક આવેલા માંડવા ગામ પાસે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આવેલી છે.આ સાઈટ પર છેલ્લા 25 વર્ષથી શહેરનો અંદાજિત દૈનિક 100 ટન કચરો ઠાલવવામાં આવતો હતો.જેના કારણે ડમ્પિંગ સાઈટ પર લગભગ 80 ફૂટ ઊંચો ડુંગર બની ગયો હતો.જોકે સાઈટની નજીક ગ્રામ વિસ્તાર,નર્મદા નદી અને ખેડુતોની ખેતી લાયક જમીન પણ આવેલી છે.જેથી આ ડમ્પિંગ સાઈટ પર્યાવરણ આસપાસ ખેતી કરતા ખેડૂતો માટે ખતરા રૂપ હોય જેથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આ સાઈટને બંધ કરવા આદેશ આપ્યા હતા.જેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અંકલેશ્વર તાલુકાના અમૃતપરા ગામ નજીક લીગસી સાઇટ બનાવવામાં આવી છે. હાલ નગરપાલિકાએ એક મશીન વસાવીને રોજના 500 ટન કચરાનું સેગ્રીગેશન થાય તેવું આયોજન કરાયું છે. આગામી સાતથી આઠ મહિનામાં માંડવાની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટના કચરાનું સેગ્રીગેશન કરી દેવામાં આવવાનું જાણવા મળ્યું છે.

આગામી દિવસોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સાઈટના તમામ કચરાનો નિકાલ કરાશે
રાજ્ય સરકાર,કેન્દ્ર સરકાર અને NGT દ્વારા અપાયેલી નવી ગાઇડલાઇન પ્રમાણે આ કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો જોઈએ.જેથી ભરૂચ નગરપાલિકાએ તેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને માંડવા સાઈટ પરથી 5 કિમી દૂર અમરતપરાની સીમમાં જમીન રાખીને કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાનું સોમવારથી શરુ કર્યુ છે. સાઈટ પરનો તમામ કચરો આગામી આઠ મહિનામાં સેગ્રીગેશન કરી દેવાશે.આ ઉપરાંત વાગરાના સાયખા ગામે બનેલા કચરાના નિકાલ માટેના પ્લાન્ટ ખાતે કચરાનો નિકાલ કરાશે.> સંજય સોની,મુખ્ય અધિકારી,ભરૂચ,પાલિકા.

ખેડૂતોની જમીનમાં ડમ્પિંગ સાઈટનો કચરો, દુષિત પાણી ભળતા નુકસાન થતું
પાલિકાની માંડવા ગામેે આવેલી સાઈટ પર શહેરનો કચરો ઠાલવવામાં આવે છે.જેના કારણે અહીંયા 2000 ચોરસ મીટર વિસ્તારમાં અંદાજિત 80 ફૂટ જેટલો ડુંગર બની ગયો હતો.જેના કારણે તેનો કચરો અને તેમાંથી નીકળી દુષિત પાણી આસપાસના ખેતરોમાં જવાથી ખેડૂતોની ખેતી અને ફળદ્રુપ જમીનો નુકશાન પહોંચી રહ્યું હતું. જેના કારણે અગાઉ ઘણી વખતે ખેડૂતોએ આ સાઈટ બંધ કરવા માટે આંદોલનો પણ કરીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...