• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Due To The Negligence Of The Jambusar System, The Life Of The Biker Barely Survived, The Operation Of The System Was Questioned.

જંબુસરનો વિકાસ ખાડામાં:જંબુસર તંત્રની બેદરકારીના કારણે બાઇકચાલકનો જીવ માંડમાંડ બચ્યો, તંત્રની કામગીરી સામો સવાલો ઉભા થયા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇકચાલક ખુલ્લી ગટરમાં પડતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • ગટર પર લોખંડનું મજબૂત ઢાંકણ મારવાના બદલે તંત્રે માત્ર પતરું મૂકી બુદ્ધિનું પ્રદર્શન કર્યુ
  • માંડવ ફળિયા પાસે બનેલી ઘટનામાં બાઇકચાલકનો સદનસીબે બચાવ

જંબુસરમાં માંડવ ફળિયા પાસેના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું ઘણા સમયથી ખુલ્લુ હતું, જેને લઈને અનેક રજૂઆતો કરાઈ હતી. છતાં પણ તંત્ર તરફથી તેનું કોઈ નિવારણ આવ્યું ન હતું. ત્યારે એક બાઇકચાલક આ મુખ્ય રસ્તાની ખુલ્લી ગટરમાં પડતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે ઘટનામાં સદનસીબે બાઈકચાલકનો બચાવ થયો હતો.

રાજ્યમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર શિયાળામાં વરસી રહેલા વરસાદથી ચોમાસા જેવો માહોલ છે. ત્યારે ગત ચોમાસામાં ધોવાઈ ગયેલા રસ્તાઓ/ખાડાઓ પુરી તંત્રએ પોતાની લાજ બચાવી છે. પરંતુ જંબુસરમાં તંત્રનું પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું. જેમાં રસ્તાની વચ્ચેથી પસાર થતી ગટર પર લોખંડનું મજબૂત ઢાંકણ મારવાના બદલે તંત્રે માત્ર પતરું મૂકી બુદ્ધિનું દેવાળું ફૂંકી નાખ્યું હતું. જેથી તંત્રની બેદરકારીના કારણે આ ગટરમાં એક બાઇક ચાલક ખાબક્યો હતો. સદનસીબે તેનો બચાવ થયો છે. પણ જો તેને કંઈ થયું હોત તો તંત્ર તેની જવાબદારી લેત કે નહિ એ સવાલ ઉભો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...