ગુજરાતમાં પશુઓમાં પ્રસરી રહેલા લંપી નામના રોગને નાથવા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નમૅદા જિલ્લામાં લંપી સ્કિન રોગ વેક્સિનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ ભરૂચના કવિઠા ગામે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ સભાષણા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, દૂધધારા ડેરીના ડિરેકટર સાગર ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. વસાવા, ઇ.ચા.મેનેજીંગ ડિરેકટર નરેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કવિઠા ગામથી ભરૂચ જિલ્લામાં લંપી સ્કિન રોગ વેક્શિનેશનની શુભ શરૂઆત કરવામાં આવી.
આયોજન માટે ચેરમેનને અભિનંદન પાઠવ્યા
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં મારૂતિસિંહ અટોદરીયા એ પશુપાલકોને વેક્શિનેશન કાયૅક્રમનો લાભ લેવા અપીલ કરી હતી. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સરકાર તરફથી લેવામાં આવેલ તકેદારીના પગલાં વિશે માહિતી આપી હતી અને આવા આયોજન માટે ચેરમેન ઘનશ્યામભાઇને અભિનંદન પાઠવ્યા હતા.
ટોલ ફ્રી નંબર પર જાણ કરવા જણાવાયું
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વિસમ પરિસ્થિતિમાં સરકાર તરફથી લેવામાં આવેલ પગલાંઓ વિશે તથા લંપી વેક્શિનેશન કાયૅક્રમ માટે અને રોગના લક્ષણ દેખાય તો ૧૯૬૨ નંબર પર તંત્રને જાણ કરવા તથા પશુ સારવાર કરવા જણાવ્યું હતું. વધુમાં હાલમાં પશુઓને એક વિસ્તારમાથી બીજા વિસ્તારમાં પરિવહન નહીં કરવા પણ જણાવેલ. લંપી રોગ જીવલેણ નથી અને તેની સારવાર થઇ શકે તેમ હોવા છતા પશુ રોગ ગ્રસ્ત થાય તો પશુપાલકને મોટો આથિઁક ફટકો પડે તેમ જણાવી વેક્શિનેશન કરાવી ભયમુક્ત થવા જણાવ્યું હતું. આ પ્રસંગે ખેતી અને પશુપાલન બંને એક બીજાથી વિમુખ ન થાય અને એકબીજાના પૂરક બને તેમ સજીવ અને પશુ આધારીત ખેતી ને વેગ મળે તેવું ભવિષ્યમાં તંત્ર તરફથી ડેરીના સહકાર સંકલનથી પ્રોજેક્ટ કરવાની પણ જાહેરાત કરી હતી.
દૂધધારા ડેરી કટીબદ્ધ
આ તબકકે દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઇએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અબોલા પશુઓ ઉપર આવેલ આ ભયંકર રોગ માટે દરેક પશુપાલક મિત્રો પશુઓને વહેલી તકે વેક્સિનેશન કરાવે તથા આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં તથા પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારની સાથે અને દૂધધારા ડેરી કટીબદ્ધ છે અને દૂધ ઉત્પાદકોના પશુઓને વેક્શિનેશન માટે નો ખચૅ દૂધધારા ડેરી તરફથી કરવામાં આવશે તેવી ચેરમેન ઘનશ્યામભાઇ વતી જાહેરાત કરી હતી. આ રોગ નિયંત્રણ અંગે ની જાણકારી મેળવવા સરકાર દ્વારા જાહેર કરેલ ટોલ ફ્રી નંબર પર જાણકારી મેળવવા જણાવેલ તેમજ દૂધધારા ડેરીનો સંપકૅ કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.