દુર્ઘટના:બોટમાંથી ઉતારવા જતા યુવાનને ઠેસ વાગતા પાણીમાં ગરકાવ: મોત

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના વેજલપુર ખાતે નિઝામ વાડીમાં અક્ષય રમેશ મિસ્ત્રી રહીને શીવા ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો.તે અને તેના મિત્રો 17 મી નવેમ્બરના રોજ કુકરવાડાથી નાવડી લઇને શુકલતીર્થ પૂનમના મેળામાં જવા નીકળ્યા હતા.

અક્ષય અને તેના મિત્રો શુકલતીર્થ ફરીને પરત બીજા દિવસે સવારે કુકરવાડા ખાતે પરત આવ્યા હતા.તે સમયે અક્ષય બોટમાંથી નીચે ઉતરવા જતાં તેને પગમાં વાંસની ઠેસ વાગતા તે કુકરવાડા ખાતે નર્મદા નદીના પાણીમાં પડયો હતો.જોકે અક્ષયને તરતા નહીં આવડતું હોવાના કારણે તેના મિત્રો તેને બચાવવાની કોશિશ કરે તે પહેલા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.જોકે તેની સાથેના મિત્રોએ તેને બચાવવાની ઘણી કોશિશ કરી હતી.પરંતુ તેઓ તેને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ બન્યા હતા. આખરે મહામહેનતે તેમણે અક્ષયની લાશને બહાર કાઢતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...