તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જંબુસરથી વડોદરા જતાં સાત ઓરડી રેલવે ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં હતો. રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવા છતાં રેલ્વે તંત્ર ઉદાસીનતા દાખવતું હતું. ત્યારે નગરપાલિકા દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરાતા વાહચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જંબુસર સાત ઓરડી રેલવે ફાટકના પાસેના રસ્તા પર ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા હતા. જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. તેમજ ઘણી વાર ટુવ્હીલર ચાલકો અકસ્માતોનો ભોગ બનાવતાં હતાં. રેલવે તંત્રને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાંય તેઓ આંખ આડા કાન કરતાં હતા.
તાલુકાની જનતાને વડોદરા તરફ જવાનો આ એક માર્ગ છે તથા આ રોડ પરથી તારાપુર બોમ્બે જતો ટ્રાફિક પણ ઘણી મોટી સંખ્યામા પસાર થતો હોય છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે તાલુકાના અગ્રણી નીતિન પટેલે જંબુસર નગર પાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોને રજૂઆતો કરતા જનતાની સમસ્યાઓ ધ્યાને લઈ જેસીબી દ્વારા આ મસમોટા પડી ગયેલા ખાડાઓ સમતળ કરી સમારકામની કાર્યવાહી હાથ ધરી હતી.
રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. રેલવે તંત્ર દ્વારા ચોમાસા પહેલા આ રોડ પર પડી ગયેલા ખાડા અંગે નક્કર આયોજન કરવામાં આવે તેવી નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.