ભરૂચ નેશનલ હાઇવે પર અસુરિયા ગામ પાસે પલટી ગયેલાં કન્ટેઇનરને ઉઠાવી રહેલાં ક્રેઇનનું સંતોલન ન રહેતાં ક્રેઇન નજીકમાં પાર્ક અન્ય ટ્રક પર પટકાઇ હતી. અકસ્માતમાં ક્રેઇન ચાલકનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પાલોદ કિમ ચાર રસ્તા ખાતે આવેલાં ઉમિયા ક્રેઇન હેચિંગનો વ્યવસાય કરતાં રાજીવ જંગબહાદુર પટેલને ભરૂચ હાઇવે પર આવેલાં અસુરિયા ગામ પાસેની શિવકૃપા હોટલ પાસે ભરૂચથી વડોદરા જવાના માર્ગ પર પલટી ગયેલું કન્ટેઇનર ઉઠાવવાનું કામ મળ્યું હોઇ તેમની ક્રેઇનનો ડ્રાઇવર શિવનારાયણ રામસ્નેહી યાદવ કન્ટેઇનર ઉઠાવી તેની ક્રેઇન રિવર્સ લઇ રહ્યો હતો.
તે વેળાં કઇ કારણસર ક્રેઇનનું સંતુલન નહીં રહેતાં ચાલુમાં પલટી જઇ બાજુમાં પંક્ચર થવાને કારણે ઉમેલી ટ્રક પર પલટી ગઇ હતી. અકસ્માતમાં ક્રેઇનના ચાલક શિવનારાયણને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.