• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Driver Killed After Hitting Pedestrian On The Road Passing Through The Heart Of The Conflict, The Protesters Burnt Tires And Demanded Speed Breaker

માર્ગ અકસ્માત ઝોન:ઝઘડિયાના મુલદથી પસાર થતા માર્ગ પર વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત, વિફરેલા લોકોએ ટાયરો સળગાવી સ્પીડ બ્રેકરની માગ કરી

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ગોવાલી થઇ ઝઘડિયા જતો માર્ગ અકસ્માત ઝોન બન્યો છે. ત્યારે ગતરોજ રાતના સમયે મુલદથી ગોવાલી જતા માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાનને ટક્કર મારતા મોત થયું હતું. જે બાદ વિફરેલા લોકોએ ટાયરો સળગાવી સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી હતી.

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ગોવાલી થઇ ઝઘડિયા જતો માર્ગ અકસ્માત ઝોન બન્યો છે. આ માર્ગ ઉપર બેફિકરાઈથી વાહનો હંકારતા અકસ્માતની ઘટનામાં વધારો છે. આ માર્ગ ઉપર અલગ અલગ સાત અકસ્માતની ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યાં છે ત્યારે ગતરોજ ઝઘડિયા તાલુકાના મુલદ ગામની નવી વસાહતમાં રહેતા સુરેશ જેઠા વસાવાનો ભાણો પ્રકાશ અર્જુન વસાવા પાનના ગલ્લે ગયા હતા જેઓ પરત માર્ગ ઓળંગી ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન મુલદથી ગોવાલી જતા માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ વિફરેલા ટોળાએ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. તેમજ અકસ્માત અંગેની જાણ ઝઘડિયા પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. જયારે ગ્રામજનોએ સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...