તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દહેજ પાસેની અંદામા કંપનીના ગેટ નજીક વીજ થાંભલા સાથે બાઈક ભટકાતાં સુપરવાઈઝર યુવકનું સારવાર દરમિયાન ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યા ટૂકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. કોન્ટ્રાક્ટરે નોધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સનાતન લેબર એન્ડ સર્વિસને કોન્ટ્રાક્ટરે નોધાવેલી ફરિયાદ અનુસાર દહેજ ખાતે આવેલી રામદેવ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં તેમનો કોન્ટ્રાકટ ચાલે છે.જેમાં પંદરેક લેબરો કામ કરી રહ્યા છે. તેમનું ધ્યાન રાખવા માટે સુપરવાઇઝરે તરીકે મૂળ રહે.દેવધરા ગહરવાટ થાણા લવગજ જિ.મર્જાપુર (યુપી) હાલ વડદલા ખાતે રહેતા લવકેશ કુમારને નોકરી પર રાખ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાની લવકેશ કોન્ટ્રાક્ટમાં જોડાયો હતો. તેને અવરજવર કરવા માટે બાઈક પણ આપી હતી. રવિવારે લવકેશ અદામા કંપની પાસેથી પૂરઝડપે પસાર થઈ રહ્યી હતો. તે દરમિયાન ડિવાઈડર પાસે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર બાઈક ભટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતુ. દહેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.