ગાંધીધામનો ડ્રાઇવર ટ્રેલરમાં લોખંડની પ્લેટો ભરીને અમદાવાદ તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાનમાં તેમના ટ્રકમાં ક્ષતિ સર્જાતાં તેમણે ભરૂચ હાઇવે પર આવેલી અતિથી હોટલ સામે રોડની સાઇડમાં પોતાનું ટ્રેલર પાર્ક કર્યું હતું. દરમિયાનમાં અન્ય એક ટ્રેલર ચાલકે તેના ટ્રેલરમાં પાછળથી ટક્કર મારતાં ડ્રાઇવરનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના ગાંધીધામ ખાતે રહેતાં મહંમદ છોટુ નોયનીરસુલ શેખ તેમના ટ્રેલરમાં નાગપુરથી લોખંડની પ્લેટો ભરીને અમદાવાદ ખાલી કરવા માટે જઇ રહ્યો હતો.
દરમિયાનમાં ભરૂચ હાઇવે પરથી પસાર થતી વેળાં અતિથી હોટલ પાસે તેમના ટ્રેલરનો હોર્સ પાઇપ ફાટી જતાં તેમણે તેમનું ટ્રેલર રોડની સાઇડમાં ઉભુ કરી દીધું હતું. દરમિયાનમાં રાત્રીના 3 વાગ્યાના અરસામાં અન્ય એક ટ્રેલર ચાલકે પાછળથી પુરઝડપે ધસી આવી તેમના ટ્રેલરમાં ધડાકાભેર અથાડી દીધી હતી. અકસ્માતમાં અન્ય ટ્રેલરના ચાલકનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તેમણે ટ્રેલરના કેબીનમાં દસ્તાવેજો તપાસતાં લાયસન્સના આધારે મૃતક ડ્રાઇવરનું નામ પ્રમોદરાય સુખલાલ રાય(રહે. બિહાર) હોવાનું માલુમ પડ્યું હતું.
બનાવ અંગે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અતિથી હોટલ પાસેનો ટર્નિંગ અકસ્માત ઝોન બની ચુકયો છે. હાઇવે પર ઉભા કરી દેવામાં આવતાં વાહનોના કારણે પણ અકસ્માતો થઇ રહયાં છે.
અમદાવાદ તરફ જતી ટ્રક બગડી જતાં તેને હાઇવેની સાઇડમાં ઉભી રાખવામાં આવી હતી તેની પાછળ એક ટ્રેલર અથડાયું હતું. બંને વાહનો વચ્ચેની ટકકર એટલી ભયાનક હતી કે ટ્રેલરના ડ્રાયવરનું મોત નીપજયું છે. રોડની સાઇડ પર વાહન ઉભું રાખતાં પહેલાં આડાશ મુકવામાં આવે અથવા તો પાર્કિંગ લાઇટ ચાલુ રાખવામાં આવે તે હિતાવહ છે જેના કારણે અન્ય લોકોનો જીવ પણ બચી શકે છે.ગાંધીધામનો ડ્રાઇવર ટ્રેલરમાં લોખંડની પ્લેટો ભરીને અમદાવાદ તરફ જઇ રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.