તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ટેન્કરમાંથી કેમિકલ ચોરતો ચાલક ઝડપાયો: કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા એસઓજીની ટીમે વડદલા પાસેથી કેમિકલ ચોરને પકડ્યો
 • જીએનએફસીમાંથી કેમિકલ ટેન્કરમાં ભરી પાદરા લઇ જવાતું હતું

ભરૂચના વડદલા ખાતે ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતો એક ટેન્કર ચાલક જિલ્લા એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો. જીએનએફસીમાંથી પાદરાના લુના ગામની કંપનીમાં રવાના કરેલું ટેન્કર વડદલા ખાતે પાર્કિંગમાં ઊભું રાખી તેમાંથી 80 લિટર કેમિકલ કાઢીને વેચવા જતો ડ્રાયવર રંગેહાથ ઝડપાયો હતો.

સમગ્ર મામલે સી ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં આરોપીને કોરોના ટેસ્ટ માટે મોકલાતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસ બેડામાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં તેની ભરૂચ સિવિલ ખાતે સારવાર ચાલી રહી છે. સારવાર પૂર્ણ થતાં પોલીસ તેની ધરપકડ કરી આગળની તપાસ કરશે.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સ્મિત નરેશભાઈ પુજારાની કિંગ એસિડ એન્ડ કેમિકલ્સની ટ્રાન્સપોર્ટ કંપની આવેલી છે. જેમને ત્યાં છેલ્લા પાંચ વર્ષથી કમલેશ રાજકુમાર બિંદ ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો. કમલેશ બિંદને ગત ગુરૂવારે ટેન્કર લઈને ભરૂચ જીએનએફસી ખાતે મોકલ્યો હતો.

જ્યાંથી ઈથાઈલ એસિટેટ કેમિકલ ભરીને પાદરાના લુણા ગામે આવેલી અમોલી ઓર્ગેનિક્સમાં જવા રવાના કર્યું હતું. પરંતુ ડ્રાયવરે કેમિકલ ભરેલું ટેન્કર વડદલા પાસેના ટેન્કર પાર્કિંગની જગ્યામાં પાર્ક કરી તેના મળતિયા રાજેશકુમાર રામ આશ્રે સાથે મળીને વાલ્વમાં મારેલું સીલ તોડી 20 લિટર કેમિકલ પ્લાસ્ટિકના કારબામાં ભરી લીધું હતું.

દરમિયાન જિલ્લા એસઓજીના કોન્સ્ટેબલ સુરેશ વણઝારા અને શૈલેષ વસાવા સહિતની ટીમે પેટ્રોલિંગમાં હોય વડદલા ટેન્કર પાર્કિંગની જગ્યામાં શંકાસ્પ હિલચાલ જણાતા તપાસ કરી હતી. જેમાં ટેન્કરનો ચાલક કમલેશ બિંદ ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતાં ઝડપાઈ ગયો હતો. તેને પોલીસ મથકે લાવી વધુ પુછપરછ કરતાં તે કેમિકલ ચોરી કરી વેચતો હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે તેના માલિક સ્મિત પુજારાનો સંપર્ક કરતાં સ્મિતે તેના ડ્રાયવર કમલેશ રાજકુમાર બિંદ અને તેના સાગરિત રાજેશ કુમાર રામ આશ્રે વિરૂદ્ધ કેમિકલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ટેન્કરમાં ભરેલું કેમિકલ રૂા. 6.88 લાખ, ચોરી કરેલું 5 હજારનું કેમિકલ તથા ટેન્કરની રૂા. 5 લાખ મળી કુલ 11.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ સિવિલમાં તેનો કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરાશે.

પોલીસ કર્મચારીઓને કોઈ જોખમ નહીં
કેમિકલ ચોરીમાં પકડાયેલા શખ્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર ચાવી રહી છે. જોકે, આ સમગ્ર પ્રકણમાં કામગીરી કરનારા પોલીસ કર્મીઓ અગાઉથી જ કોરોનાની વેક્સિન લઈ ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવતી કામગીરી કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોવાથી કોરોના થવાનો ભય ટાળી શકાય. જેથી આ કામગીરી કરનાર પોલીસ ટીમને કોરોનાનું કોઈ જોખમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો