આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ:એક લાખ લોકોને વ્યસન મુક્ત કરી ખરા અર્થમાં સેવાની વ્યાખ્યા સાર્થક કરતા ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની તસવીર - Divya Bhaskar
ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની તસવીર
  • મોટામિયાં માંગરોલના વર્તમાન ગાદીપતિનું વ્યસનમુક્તિ અભિયાન

આજે 31મી મે સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરુચ જિલ્લાનાં પાલેજ ખાતે રહેતા મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર - ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અને વિશેષત: દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનું ભગીરથ અભિયાનું લક્ષ્ય સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ નિરંતર આ અભિયાન ચાલું રાખવામાં આવેલ છે.

વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોના મહામારીને લઇ આ વર્ષે ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.આ ગાદીના વિવિધ સિદ્ધાંતોમાં માનવતા, કોમી- એકતા, ભાઇચારો, ઘેર- ઘેર ગાય પાળો, ઘેર-ઘેર વૃક્ષો વાવો, શિક્ષણ તેમજ આધ્યાત્મિકતા મોખરે રહ્યા છે.

વ્યસનથી સામાજિક અને આર્થિક અસર
બાળકો અનુકરણથી શીખે, વ્યસનથી અકાળે વૃદ્ધત્વ આવે છે. વ્યક્તિ નોકરીમાંથી વહેલા નિવૃત્ત થઈ જાય છે, સામાજિક જવાબદારી અદા કરતા પહેલા જ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે, માતા-પિતા, ભાઈ-બહેન, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ વચ્ચે માન સન્માન ગુમાવી દે છે. પૈસાનો ખોટો ખર્ચ થાય, કમાવાની શક્તિ ઘટે છે. વિવિધ રોગો વધતા સારવાર માટેનો આર્થિક બોજ વધતો જાય છે.

અન્ય સમાચારો પણ છે...