નિમણૂક:ભરૂચ IMAના નવા પ્રમુખ તરીકે ડો. પલક કાપડિયાએ શપથ ગ્રહણ કર્યા

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં નવા પ્રમુખ તરીકે ડો. પલક કાપડિયા અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.ભરૂચની જેપી કોલજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે ભરૂચ IMA ના વર્ષ 2022 -23 માટે નવા પ્રમુખ અને ટીમનો શપથ ગ્રહણ સમારોહ જિલ્લા. કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભરૂચ ઇન્ડિયન મેડિકલ એઓસીએશનના નવા પ્રમુખ તરીકે ડો. પલક કાપડિયા અને તેમની ટીમને એમઆઈએમઇએમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. વૈશાલી કોરડે નાયકે શપથ ગ્રહણ કરાવ્યા હતા. સાથે જ સેક્રેટરી તરીકે ડો. પ્રગતિ બારોટ, જોઈન્ટ સેક્રેટરી ડો. વિક્રમ પ્રેમકુમાર અને ટ્રેઝર તરીકે ડો. આઈ.એ.ખાનની વરણી કરાઈ હતી. આ પ્રસંગે વિતેલા વર્ષના પ્રમુખ ડો. કીર્તિરાજ ગોહિલ અને તેમની ટીમે નવા પ્રમુખ અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...