તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ્પ:ભરૂચમાં પ્રાથમિક શિક્ષકોના વધઘટ બદલી કેમ્પમાં DPEOની મનમાની

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝાડેશ્વરના કેમ્પમાં મીડિયા કર્મીના પ્રવેશ પર પ્રતિબંધ, વાલિયામાં રાત્રે કેમ્પ શરૂ થયો

ભરૂચ જિલ્લામાં શનિવારે પ્રાથમિક શિક્ષકોનો વધ ઘટનો બદલી કેમ્પ યોજાયો હતો. સૌપ્રથમ ભરૂચ બીઆરસી ભવન ખાતે અને સાંજે વાલિયા તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની કામગીરી રાત સુધી ચાલી હતી.

ભરૂચના ઝાડેશ્વર સ્થિત બીઆરસી ભવન ખાતે યોજાયેલા કેમ્પમાં વધ પામેલા શિક્ષકોને અન્ય શાળામાં ફરજ માટે હુકમ કરાયો હતો.જોકે આ કેમ્પનું કવરેજ કરવા માટે ગયેલા મીડિયા કર્મીઓને શિક્ષણ વિભાગના કર્મીઓએ પ્રવેશ આપ્યો ન હતો. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિપા પટેલે વઘઘટ બદલી કેમ્પના ડેટાઓ જાહેર કર્યા ન હતા. બંધ દરવાજે થતા બદલી કેમ્પમાં ગેરરીતી કર્યાની પણ ચર્ચાએ સ્થાન લીધુ છે. જિપ્રાશિના મનસ્વિપણાની વિરુદ્ધમાં નિયમો વિરૂદ્ધ થઇ રહેલા બદલી કેમ્પમાં સુધારા કરવા માટે એક શિક્ષકે આવેદનપત્ર પણ આપ્યુ છે. મીડિયાને પ્રવેશ ન આપવા પર ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને જણાવ્યુ હતુ કે, આ પારદર્શિય પ્રક્રિયા છે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. અંદરો અંદર અધિકારીઓએ કાર્ય કરવુ એવુ હોતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો