તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:દહેજ પોલીસે સુવા ગામના નવા ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂની 711 નંગ બોટલ મળી કુલ 71 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

દહેજ પોલીસ મથકનો સ્ટાફ હોળી-ધુળેટી પર્વના અનુસંધાને પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે સુવા ગામના નવા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર નિરુ અર્જુન ગોહિલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરના વાળામાં ખાડો કરી સંતાડેલ વિદેશી દારૂની 711 નંગ બોટલ મળી કુલ 71 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી. પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર પોલીસે મોદી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહીબિશન જુગારની ડ્રાઈવમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે હાંસોટ રોડ ઉપર આવેલ મોદી નગરમાં રહેતા બુટલેગર અમિત રમેશચંદ્ર મોદીના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 28 નંગ બોટલ મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો