તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કેમિકલ ચોરી કૌભાંડમાં દહેજ પીઆઇ સસ્પેન્ડ, સ્ટેટ મોનિટરિંગ સેલે કૌભાંડ ઝડપી પાડ્યું હતું

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સપ્તાહ પહેલાં દહેજ ખાતે કેમિકલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. કેમિકલ ચોરીના કારસા અંગે સ્થાનિક પોલીસની બેદરકારી જણાતાં ભરૂચ એસપીએ પીઆઇને ફરજ મોકૂફનો આદેશ કર્યો છે. દહેજમાં વેલ્સપૂન કંપની પાસે આવેલી માલવા પંજાબ હોટલ ખાતે ગેરકાયદે કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનું બાતમીના આધારે ગત 26મી મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી કેમિકલ ચોરીના કારસાને અંજામ આપનાર 7 શખ્સોને ઝડપી પાડી કુલ 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જોકે, ઘટના મુખ્ય સુત્રધાર મનિષ ઉર્ફે મનિયો ચૌહાણ, રવિરાજ કાઠી સહિત 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં હતાં. બુટલગરમાંથી કેમિકલ માફિયા બનેલો મનિષ ઉર્ફે મનિયો તેમજ તેના સાગરિતો દ્વારા કરાતાં કેમિકલ ચોરીના કારસા અંગે સ્થાનિક પોલીસની બેદરકારી છતી થતાં ભરૂચ એસપીએ દહેજના પીઆઇ એ. સી. ગોહિલને ફરજ મોકુફ કરવાનો હૂકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...