તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:ભરૂચ GIDCમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ, સદનસીબે જાનહાની ટળી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ભરૂચ GIDCમાં શનિવારે સવારે ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સ્થાનિકોના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ નિષ્ફ્ળ જતા 2 ફાયર ફાઈટર મદદે બોલાવતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ ન હતી.

ભરૂચ જીઆઇડીસીમાં આવેલી રાજકોટ એસોસિએટ્સ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં સવારે 10.30 વાગ્યાના અરસામાં ધુમાડા નીકળતા નજરે પડતા કર્મચારીઓ તપાસ માટે ગોડાઉન તરફ દોડી ગયા હતા. ગોડાઉનમાં પુઠ્ઠાં સહિતનો સમાન હોવાના કારણે ગણતરીના સમયમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગોડાઉનના કર્મચારીઓ સાથે સ્થાનિકોએ પાણી અને રેતી સહિતનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરુ કર્યા હતા પરંતુ તેમને સફળતા મળી ન હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જોખમી પરિસ્થિતિ ન સર્જે તે માટે તાત્કાલિક ફાયર બ્રગેડને મદદનો કોલ અપાયો હતો.

ફાયર સ્ટેશનમાંથી 2 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળ તરફ રવાના કરાયા હતા. ફાયરબ્રિગેડે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આગમાં કેટલું નુકશાન થયું છે તે અંગે ગોડાઉન સંચાલકો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આગ લાગવા પાછળ શોર્ટસર્કીટ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...